Short Briefing: ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના | Ganga Swarupa Arthik Sahay Yojana Gujarat Apply Online | વિધવા સહાય યોજના ફોર્મ pdf 2026 | Vidhva Sahay Yojana 2026
ગુજરાત રાજ્યમાં સામાજિક રીતે નબળા વર્ગો માટે સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખાસ કરીને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગો, વૃદ્ધો તથા નિરાધાર નાગરિકો માટે વિવિધ સહાય યોજનાઓ ચલાવવામાં આવે છે. તેવી જ રીતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા Vidhva Sahay Yojana 2026, e-Mahila Kalyan Portal પર વ્હાલી દીકરી યોજના વગેરે જેવી યોજનાઓ બહાર પાડેલી છે.
પરંતુ આજે આપણે ખાસ કરીને Vidhva Sahay Yojana 2026 જેનું નવું નામ “Ganga Swarupa Arthik Sahay Yojana”માનનીય સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી સાહેબે આપેલ હતું. જે યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ નિરાધાર વિધવા બહેનોને આર્થિક સહાય આપી તેમને સન્માનભેર જીવન જીવવા માટે સહારો પૂરો પાડવામાં આવે છે.
Vidhva Sahay Yojana 2026 – શું છે આ યોજનામાં?
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નિરાધાર વિધવા મહિલાઓને તથા સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગની મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવા તથા સ્ત્રી સશક્તિકરણ માટે અનેક મહત્વની યોજનાઓ અમલમાં છે. જેમ કે:
- વ્હાલી દિકરી યોજના
- 181 મહિલા હેલ્પલાઈન
- વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર
- સખી – વન સ્ટોપ સેન્ટર
- પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર (PBSC)
- સંકટ સખી મોબાઈલ એપ
આ તમામ યોજનાઓની સાથે વિધવા સહાય યોજના 2026 પણ એક અત્યંત મહત્વપૂર્ણ યોજના છે, જેમાં ઓનલાઈન અરજી કરવાની સુવિધા ઉપલબ્ધ છે.
Highlight Point of Vidhva Sahay Yojana 2026
| વિગતો | માહિતી |
| યોજનાનું નામ | વિધવા સહાય યોજના |
| હેતુ | નિરાધાર વિધવા બહેનોને સન્માનભેર જીવન જીવવા આર્થિક સહાય |
| વિભાગ | મહિલા અને બાળ વિકાસ વિભાગ |
| આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
| પાત્રતા | આવક મર્યાદામાં આવતી નિરાધાર વિધવા બહેનો |
| સહાયની રકમ | દર મહિને ₹1250 |
| અધિકૃત વેબસાઇટ | https://wcd.gujarat.gov.in/ |
| ઓનલાઈન અરજી | Digital Gujarat Portal |
| હેલ્પલાઈન નંબર | 155209 |
| Digital Gujarat Helpline | 18002335500 |
| ફોર્મ PDF | વિધવા સહાય યોજના ફોર્મ pdf 2026 |
વિધવા સહાય યોજનાનો હેતુ (Ganga Swarupa Arthik Sahay Yojana)
વિધવા સહાય યોજનાનો મુખ્ય હેતુ સમાજમાં નિરાધાર વિધવા બહેનોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. અગાઉ આ યોજનાને “વિધવા સહાય યોજના” તરીકે ઓળખવામાં આવતી હતી, પરંતુ હાલ તેનું નામ બદલીને “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના” રાખવામાં આવ્યું છે.
આ યોજનાની સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, હવે વિધવા બહેનને 21 વર્ષથી વધુ ઉંમરના પુત્ર હોય તો પણ તે આ યોજનાનો લાભ મેળવી શકે છે, જે પહેલાની સરખામણીએ મોટો સુધારો ગણાય છે.
વિધવા સહાય યોજના 2026 માટે પાત્રતા
વિધવા સહાય યોજના કોને મળે? આવા પ્રશ્નો સ્વાભાવિક છે. આ યોજના માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરવામાં આવી છે:
- અરજદાર ગુજરાત રાજ્યની મૂળ નિવાસી હોવી જોઈએ
- આ યોજનાનો લાભ માત્ર નિરાધાર વિધવા બહેનોને મળશે.
- ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક ₹1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
- શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક ₹1,50,000 થી વધુ ન હોવી જોઈએ.
- 18 વર્ષ કે તેથી વધુ વયની વિધવા બહેનને મૃત્યુ પર્યંત સહાય મળશે.
Vidhva Sahay Yojana Documents – જરૂરી દસ્તાવેજો
વિધવા સહાય યોજનાનો લાભ લેવા માટે નીચેના આધાર પુરાવા ફરજિયાત છે.
- પતિના મરણનો દાખલો
- આધાર કાર્ડની નકલ
- રેશન કાર્ડ
- આવકનકલ અંગેનું પ્રમાણપત્ર
- વિધવા હોવાનો અંગેનો દાખલો
- પુનઃલગ્ન ન કર્યાનો તલાટીશ્રીનો દાખલો
- ઉંમરનો પુરાવો
- બેંક ખાતાની નકલ
How To Online Apply Vidhva Sahay Yojana 2026 – વિધવા સહાય યોજનાની ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા
વિધવા સહાય યોજના માટે અરજી Digital Gujarat Portal મારફતે કરવામાં આવે છે.
- ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓએ ગ્રામ પંચાયત ખાતે VCE પાસેથી અરજી કરવી
- તાલુકા અથવા નગરપાલિકા વિસ્તારના લાભાર્થીઓએ મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી અરજી કરવી
અરજી કરવાની પ્રક્રિયા:
- સૌપ્રથમ લાભાર્થી તરીકે તમારા તમામ જરૂરી દસ્તાવેજો એકત્ર કરો.
- ત્યારબાદ નજીકની ગ્રામ પંચાયત કે મામલતદાર કચેરી ખાતેથી ફોર્મ લાવીને તલાટી પાસે સહી/સિક્કા કરાવી લો.
- હવે સહી/સિક્કા કરેલા ફોર્મ ગ્રામ્ય પંચાયત ખાતેના VCE અથવા મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટરનો સંપર્ક કરો. અને Vidhva Sahay Yojana 2026 નું ફોર્મ ભરાવો.
- ત્યારબાદ તમારું ડિજીટલ ગુજરાત પોર્ટલ પર Vidhva Sahay Yojana Form ભરો.
- Digital Gujarat Portal પર ઓનલાઈન અરજી સબમિટ કરો.
- તમને ફોર્મ ભર્યાની એક પહોંચ મળશે, જે તમારે સાચવીને રાખવાની રહેશે.
- NSAP Portal પર અરજી સ્ટેટસ ચેક કરો.
Vidhva Sahay Yojana Helpline
- Digital Gujarat Helpline: 18002335500
- Vidhva Sahay Helpline Number: 155209
વિધવા સહાય યોજના ચાલુ રાખવા માટેની શરતો
- દર વર્ષે જુલાઈ માસમાં પુનઃલગ્ન ન કર્યાનું પ્રમાણપત્ર જમા કરાવવું.
- દર ત્રણ વર્ષે આવક પ્રમાણપત્ર જમા કરાવવું.
Vidhva Sahay Yojana Form 2026 – PDF માહિતી
આ યોજનામાં બે પ્રકારના ફોર્મ ઉપલબ્ધ છે:
- DWPS (Ganga Swarupa Arthik Sahay Yojana)
- IGNWPS (Indira Gandhi National Widow Pension Scheme)
બંને યોજનાઓ હેઠળ દર મહિને ₹1250 DBT દ્વારા મળશે.
વિધવા સહાય લાભાર્થીઓ માટે મહત્વની સૂચના
જેઓના આધારકાર્ડ વેરિફાઈ નથી તેવા લાભાર્થીઓએ તરત આધાર વેરિફિકેશન કરાવવું અને મોબાઈલ નંબર અપડેટ કરાવવો, જેથી ભવિષ્યમાં સહાય બંધ ન થાય.

FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
1. વિધવા સહાય યોજના કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?
જવાબ:- આ યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત દ્વારા ચલાવવામાં આવે છે.
2.ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય)દર મહિને કેટલી સહાય મળે છે?
જવાબ:- આ યોજનામાં દર મહિને લાભાર્થીઓને DBT દ્વારા ₹1250 આપવામાં આવે છે.
3. Vidhva Sahay નો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા છે?
જવાબ:- આ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તાર માટે ₹1,20,000 ની આવક અને શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે ₹1,50,000 ની આવક નક્કી થયેલી છે.
4. વિધવા સહાય યોજનાની ઓનલાઈન અરજી ક્યાં કરવી?
જવાબ:- આ યોજનાની અરજી Digital Gujarat Portal કરવાની રહેશે.
5. વધુ માહિતી અને માર્ગદર્શન માટે હેલ્પલાઈન નંબર શું છે?
જવાબ:- 155209
6. જિલ્લા કક્ષાએ સંપર્ક ક્યાં કરવો?
જવાબ:- જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીશ્રીની કચેરીનો સંપર્ક કરવો.
સારાંશ
Vidhva Sahay Yojana Online Application એ માત્ર આર્થિક સહાય નહીં, પરંતુ વિધવા બહેનો માટે આત્મસન્માન અને સુરક્ષાનું સાધન છે. જો તમે અથવા તમારી ઓળખમાં કોઈ વિધવા બહેન પાત્ર હોય, તો આજેજ અરજી કરો અને આ સહાયનો લાભ લો.










1 thought on “Vidhva Sahay Yojana 2026 | વિધવા સહાય યોજના 2026 આ સરળ પદ્ધતિથી ઓનલાઈન અરજી કરો.”