Short Briefing: વ્હાલી દીકરી યોજના 2026 ફોર્મ ક્યાં મેળવવું? અને ક્યાં ભરવું? | Vahli Dikri Yojana Online Application Process | વ્હાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ અને કઈ કચેરીનો સંપર્ક કરવો? | Download Vahali Dikari Yojana Application Form PDF
કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા દરેક વર્ગના નાગરિકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખાસ કરીને કન્યાઓના સશક્તિકરણ, શિક્ષણ અને સુરક્ષા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક વિશેષ યોજનાઓ ચલાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કેન્દ્ર સરકારની બેટી બચાવો બેટી પઢાવો અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી લોકપ્રિય યોજનાઓ દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવા માટે કાર્યરત છે. અને રાજ્ય સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના, Vahali Dikri Yojana 2026 વગેરે અમલી બનાવેલ છે.
ગુજરાતમાં મહિલાઓ અને બાળકોના વિકાસ, સુરક્ષા તેમજ સશક્તિકરણ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ (Women and Child Development Department – WCD Gujarat) દ્વારા વિવિધ યોજનાઓ અને સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ વિભાગ હેઠળ મહિલાઓની આર્થિક અને સામાજિક સુરક્ષા માટે વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક પુનઃલગ્ન યોજના, વ્હાલી દીકરી યોજના વગેરે ચાલે છે. તેમજ મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે 181 મહિલા અભયમ હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર (PBSC) અને સંકટ સખી મોબાઇલ એપ્લિકેશન જેવી વ્યવસ્થાઓ કાર્યરત છે. આજે આ લેખમાં આપણે ગુજરાત સરકારની ખૂબ જ લોકપ્રિય વ્હાલી દીકરી યોજના 2026 વિશે વિગતવાર માહિતી મેળવીશું.
Vahali Dikri Yojana 2026
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવો, સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવી, દીકરીઓના શિક્ષણમાં વધારો કરવો, ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો અને તેમના સર્વાંગી વિકાસને સમર્થન આપવાનો છે.આ યોજના હેઠળ પાત્ર દીકરીઓને કુલ ₹1,10,000 (એક લાખ દસ હજાર રૂપિયા)ની નાણાકીય સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. આ સહાય દીકરીના નામે જ આપવામાં આવે છે અને તેનો ઉપયોગ મુખ્યત્વે શિક્ષણ અને સ્વાવલંબન માટે થાય છે.
Highlight Table for Vahali Dikri Yojana 2026
| હાઈલાઈટ પોઈન્ટ્સ | વિગતવાર માહિતી |
| યોજનાનું નામ | વ્હાલી દીકરી યોજના 2026 ( Vahli Dikri Yojana 2026 ) |
| ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
| નવો પરિપત્ર / સુધારા | મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. 20/09/2022 ના રોજ સુધારા સાથે સંકલિત ઠરાવ (પાછળના ઠરાવ રદ, અદ્યતન જોગવાઈઓ અમલમાં) |
| મુખ્ય હેતુ | દીકરીઓનું જન્મદર વધારવું, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો, બાળલગ્ન અટકાવવો, દીકરીઓના સર્વાંગી વિકાસ તથા સશક્તિકરણ કરવું |
| લાભાર્થી | ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓ (પરિવારની પ્રથમ બે જીવિત દીકરીઓ માટે) |
| મળવાપાત્ર સહાય | કુલ ₹1,10,000 (એક લાખ દસ હજાર રૂપિયા) – ત્રણ હપ્તામાં (દીકરીના નામે DBT દ્વારા) 1. પ્રથમ હપ્તો: ₹4,000 – ધોરણ 1માં પ્રવેશ સમયે 2. બીજો હપ્તો: ₹6,000 – ધોરણ 9માં પ્રવેશ સમયે 3. ત્રીજો હપ્તો: ₹1,00,000 – 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટે |
| પાત્રતા (Eligibility) | 1. દીકરીનો જન્મ તા. 02/08/2019 અથવા ત્યારબાદ થયેલો હોવો જોઈએ 2. પરિવારની વાર્ષિક આવક ₹2 લાખથી વધુ ન હોવી જોઈએ 3. ગુજરાતનો રહેવાસી હોવો જરૂરી 4. બેંક ખાતું (દીકરીના નામે અથવા માતા-પિતાના) |
| અરજી પ્રક્રિયા | ઓનલાઈન (લાભાર્થીઓ જાતે પણ ઘરે બેઠા e Mahila Kalyan Portal Gujarat કરી શકશે. |
| અરજી ક્યાં કરવી? | 1. ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયતના VCE / e-Gram સેન્ટર, 2. તાલુકા મામલતદાર કચેરી (વિધવા સહાય ઓપરેટર), 3. જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી મારફતે |
| પોર્ટલ | https://emahilakalyan.gujarat.gov.in/ નવું પોર્ટલ અપડેટ) |
| અધિકૃત વેબસાઈટ | https://wcd.gujarat.gov.in/ |
| અરજી ફોર્મ PDF અને અન્ય તમામ માહિતી માટે |
Vahli Dikri Yojana 2026 નો હેતુ
વ્હાલી દીકરી યોજનાના મુખ્ય ઉદ્દેશ અને હેતુઓ નીચે મુજબ આપેલા છે.
1. દીકરીઓના જન્મદરમાં વધારવો કરવો.
2. દીકરીઓના શિક્ષણને ઉતેજન આપવું.
3. દીકરી/સ્ત્રીનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું.
4. સમાજમાં થતાં બાળલગ્ન થતા અટકાવવા.
5. દીકરીઓના શિક્ષણમાં વધારો કરવો.
લાભાર્થીની પાત્રતા | Vahli Dikri Yojana Eligibility
વ્હાલી દીકરી યોજનાનો લાભ ગુજરાત રાજ્યની તમામ પાત્ર દીકરીઓને મળે છે. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે નીચે મુજબની મુખ્ય પાત્રતા ધોરણો (Eligibility Criteria) પૂર્ણ કરવા જરૂરી છે:લાભાર્થી દીકરી ગુજરાત રાજ્યની કાયમી નાગરિક હોવી જોઈએ.
- યોજના અમલમાં છે: આ યોજના 02/08/2019 થી અમલમાં મુકવામાં આવી છે, અને તેથી 02/08/2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલી દીકરીને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
- દંપતિની દીકરીઓ: દંપતિની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
- અપવાદરૂપ કિસ્સો: બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતાં વધુ દીકરીઓનો જન્મ થાય અને દંપતિની દીકરીઓની સંખ્યા 3 કરતાં વધુ હોય તો પણ બધા દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.
- બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ: બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006ની જોગવાઈઓ મુજબ પુખ્ત વયે (18 વર્ષ પછી) લગ્ન કરેલી દીકરી જ આ યોજનાનો લાભ લઈ શકે છે.
- આવક મર્યાદા: પતિ-પત્નીની સંયુક્ત વાર્ષિક આવક ₹2,00,000 (રૂ. બે લાખ) અથવા તેના કરતા ઓછી હોવી જોઈએ. આ આવક મર્યાદા દીકરીના જન્મના તરત આગળના 31 માર્ચ ના રોજ પૂર્ણ થતા વર્ષ માટે માન્ય રહેશે.
- એકલ માતા/પિતા: એકલ માતા/પિતા (જેમ કે વિધવા/વિધુર/આવક વિમુક્ત અથવા છૂટાછેડા) માટે તેવા પિતા/માતાની આવક ધ્યાને લેવામાં આવશે. છૂટાછેડા/સમજૂતી: છૂટાછેડાના કેસમાં જે માતા કે પિતા દીકરીની કસ્ટડી ધરાવે છે, તેમની આવક મર્યાદા માન્ય રહેશે.
- અનાથ દીકરી: જો દીકરી અનાથ હોય અને માતા-પિતા હયાત ન હોય, તો તેના કુટુંબના હયાત સભ્યો (જેમ કે દાદા, દાદી, પિતાના ભાઈ, બહેન) વાલી તરીકે અરજી કરી શકે છે.
- સરકાર માન્ય અનાથાલય અથવા અન્ય સંસ્થાઓ આ દીકરી માટે અરજી કરી શકે છે.
- બેંક ખાતું: અરજીઓમાં બાળના બેંક ખાતા હોવું જરૂરી છે અને ત્યાં જ સહાયની રકમ જમા કરવામાં આવશે.
- અવશ્યકતા: અનાથ દીકરીના કિસ્સામાં વાળી (ગાર્ડીયન) ની આવકના પ્રમાણપત્રને ધ્યાનમાં લેવામાં આવશે.
- દત્તક લીધેલી દીકરી: દત્તક લીધેલી દીકરી માટે દત્તક દંપતિની આવક મર્યાદા માન્ય રહેશે.
- અરજી મંજરી: બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 અનુસાર, દીકરી 18 વર્ષ પછી પાત્રતા મેળવે છે, એટલે કે, તે પ્રથમ/બીજું હપ્તો (₹1,00,000) આપવું કે નહિ તે પાત્રતાને આધારે છે.
વ્હાલી દિકરી યોજનામાં મળવાપાત્ર લાભ । Vahli Dikri Yojana Benefits
Vahli Dikri Yojana Onlin હેઠળ કુલ ત્રણ હપ્તામાં લાભ મળે છે. લાભાર્થી દીકરીઓને ત્રણ હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર) નો લાભ મળવાપાત્ર થશે.
| સહાયમાં હપ્તા અંગેની વિગત | કેટલી અને ક્યારે સહાય મળશે? |
| પ્રથમ હપ્તામાં કેટલી સહાય મળે? | લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/- મળવાપાત્ર થશે. |
| બીજો હપ્તોમાં કેટલી સહાય મળે? | લાભાર્થી દીકરી ધોરણ-9 માં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે. |
| છેલ્લા હપ્તામાં કેટલી સહાય મળે? | દીકરી 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે. પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ. |
વ્હાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ | Document Required of Vahali Dikri Yojana
આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક ડોક્યુમેન્ટ જરૂર પડે છે. જેની યાદી નીચે મુજબ છે.
1. દીકરીનું જન્મનું પ્રમાણપત્ર
2. દીકરીનું આધારકાર્ડ
3. માતા અને પિતા બન્નેનું આધારકાર્ડ
4. માતા અને પિતા બંનેનું જન્મનું પ્રમાણપત્ર
5. આવકનો દાખલો
6. દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા
7. લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)
8. સ્વ-ઘોષણાનો નમૂનો
9. અરજદારના રેશનકાર્ડની નકલ.
10. લાભાર્થી દીકરી અથવા માતા/પિતાની બેંક ખાતાની પાસબુક
12. આધાર કન્સર્ન ફોર્મ
વ્હાલી દીકરી યોજના ઓનલાઈન અરજી કોની પાસે કરાવવી?
મિત્રો વ્હાલી દીકરી યોજના માટે ઓનલાઈન અરજી કરવાની સેવા ચાલુ થઈ છે. હવે લાભાર્થીઓ જાતે પણ ઘરેથી ઓનલાઈન અરજી https://emahilakalyan.gujarat.gov.in/ કરી શકાય છે. આ ઉપરાંત નીચે મુજબ આપેલી જગ્યાએથી પણ ઓનલાઈન અરજી કરી શકાશે.
| વ્હાલી દીકરી યોજના ઓનલાઈન ની કોણ-કોણ અરજી કરી શકશે? | અરજી કરનારની કચેરીનું સરનામું |
| VCE (Village Computer Entrepreneur) ઓનલાઈન અરજી કરવાની રહેશે. | ગ્રામ્ય પંચાયત ખાતે |
| તાલુકા મામલતદાર ઓપરેટર | તાલુકા મામલતદાર કચેરી ખાતે વિધવા સહાય યોજનાની કામગીરી કરતા “વિધવા સહાય ઓપરેટર” આ સ્કીમની અરજી કરી શકશે. અથવા જનસેવા કેન્દ્ર પર જઈને અરજી કરવાની રહેશે. |
| જિલ્લા કક્ષાએ ઓપરેટર | જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે અરજી સંબંધિત તમામ માહિતી મેળવી શકાશે. |
| શું લાભાર્થીઓ જાતે કરી શકે? | હા, લાભાર્થીઓ જાતે પણ ઘરેથી અથવા કોઈપણ નજીકના સાયબર કાફેથી કે CSC સેન્ટર પરથી ઓનલાઈન અરજી કરી શકશે. |
વ્હાલી દીકરી યોજના માટે ઓનલાઈન અરજીની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા | How to Online Application Vahali Dikari Yojana
e-Mahila Kalyan Portal પર આધારિત વ્હાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી e-Mahila Kalyan Portal (emahilakalyan.gujarat.gov.in) પરથી કરી શકાય છે. આ પ્રક્રિયા સરળ અને ઘરેબેઠા પૂર્ણ થાય છે. નીચેના સ્ટેપ્સ અનુસરો:
- SSO ID બનાવો: આ પોર્ટલ પર “Sign Up” ક્લિક કરો. તમારો આધાર નંબર દાખલ કરી OTP વેરિફાઈ કરો. ફોટો અપલોડ કરો, વિગતો (નામ, મોબાઇલ, ઇમેઇલ વગેરે) ભરો અને Submit કરો. SSO ID અને પાસવર્ડ મળશે. (આધારમાં મોબાઇલ લિંક હોવું જરૂરી.)
- લૉગિન કરો: તમારા Citizen SSO ID, પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરી Sign In કરો.
- પ્રોફાઇલ પૂર્ણ કરો: નામ, મોબાઇલ, ઇમેઇલ, મેરિટલ સ્ટેટસ, ઓક્યુપેશન, કાસ્ટ વગેરે વિગતો ભરો. સરનામું આધારથી ઓટો-ફિલ થઈ શકે છે.
- જરૂરી દસ્તાવેજ અપલોડ કરો: હવે ઓનલાઈન અરજી ફોર્મમાં આધાર કાર્ડ, દીકરીનું જન્મ પ્રમાણપત્ર, બેંક પાસબુક (અકાઉન્ટ નંબર, IFSC), સરનામાનો પુરાવો (રેશન કાર્ડ વગેરે) – બધા PDF ફોર્મેટમાં અપલોડ કરો.
- અરજી ફોર્મ ભરો: ઈ-મહિલા કલ્યાણ પર દેખાતા ઓનલાઈન અરજી ફોર્મમાં તમારી વિગત જેવી કે વાલીનું નામ, કાસ્ટ, દીકરીનું નામ, જન્મ તારીખ, આધાર વેરિફાઈ કરો. ડિસેબિલિટી, સરનામું, રેશન કાર્ડ વગેરે વિગતો દાખલ કરી “Save & Continue” કરો.
- અરજી સબમિટ કરો: તમામ વિગતો તપાસી અરજી સબમિટ કરો. અરજીની સ્થિતિ ટ્રેક કરી શકાય છે.

વ્હાલી દીકરી યોજના 2026 – Frequently Asked Questions (FAQ)
1. વ્હાલી દીકરી યોજના 2026 શું છે?
જવાબ : વ્હાલી દીકરી યોજના 2026 ભારત સરકાર અને ગુજરાત રાજ્યની એક ખૂબ જ લોકપ્રિય યોજના છે, જે દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપે છે. આ યોજના હેઠળ પાત્ર દીકરીઓને ₹1,10,000/- ની નાણાકીય સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.
2. આ યોજનાનો હેતુ શું છે?
– દીકરીઓના જન્મદરમાં વધારો કરવો.
– દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવું.
– સમાજમાં દિવળીયી, સ્ત્રી ભ્રૂણ હત્યા અને બાળલગ્ન અટકાવવાનો હેતુ છે.
3. વ્હાલી દીકરી યોજના માટે કયા દસ્તાવેજોની જરૂર છે?
– દીકરીનું જન્મ પ્રમાણપત્ર
– આધારકાર્ડ
– દંપતિના આધારકાર્ડ
– આવકનો દાખલો
– બેંક પાસબુક
– મેરેજ સર્ટિફિકેટ અને અન્ય ઉપર આપેલા છે.
4. અરજી ક્યાં અને કેવી રીતે કરી શકીએ?
જવાબ : લાભાર્થીઓ ઘરેથી જાતે ઓનલાઈન અરજી e-Mahila Kalyan Portal પર કરી શકાય છે.
આ ઉપરાંત અરજીઓ ગુજરાતના ગ્રામ પંચાયત ખાતે VCE મારફ્તે, તાલુકા મામલતદાર કચેરી ખાતે વિધવા સહાયના કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી, અને જિલ્લા કચેરી ખાતે “મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી” ખાતેથી પણ કરી શકાય છે.
5. અનાથ દીકરીના કિસ્સામાં કોણ અરજી કરી શકે છે?
જવાબ:- હા, અનાથ દીકરી માટે તેના કુટુંબના હયાત સભ્યો (જેમ કે દાદા/દાદી, પિતાના ભાઈ, બહેન) વાલી તરીકે અરજી કરી શકે છે.
6. દત્તક દીકરી માટે પાત્રતા કેવી છે?
જવાબ: દત્તક દંપતિ માટે આ યોજના આધારિત છે, અને તેમને આવક મર્યાદા અનુસાર અરજી કરવાની રહેશે.









