રાજ્ય સરકારશ્રી દ્વારા આપણા ગુજરાતના ખેડૂતભાઈઓ માટે ikhedut 2.0 Portal Gujarat લોન્ચ કર્યુ છે. જેનાથી ખેડૂતોની જિંદગીને કેટલી સરળ બનાવી છે? આ પોર્ટલ પર તમે ઘરે બેઠા ખેતીવાડી, બાગાયતી, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગની અનેક યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી શકો છો. મને બરાબર યાદ છે, પહેલા તો તાલુકા કચેરીના ધક્કા ખાવા પડતા, કાગળોના ઢગલા હતા. હવે ઓનલાઈન અરજીઓ કોઈપણ ખેડૂત કોઈપણ જગ્યાએથી કરાવી શકે છે.
આ પોર્ટલ ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે, અને તેની વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ પર તમે તમામ માહિતી મેળવી શકો છો. ચાલો, આજે આપણે આ પોર્ટલ વિશે વાત કરીએ અને જાણીએ કે તે કેવી રીતે આપણા જીવનમાં નવી આશા લાવી રહ્યું છે. સરકારશ્રી દ્વારા Unique Farmer ID Card Gujarat પણ બનાવવા માટે આહવાન કરેલ છે.
સરકારશ્રી દ્વારા નવીન બનાવેલ આઈ-ખેડૂત 2.0 પોર્ટલ ગુજરાત તરીકે ઓળખાશે. આ પોર્ટલ ગુજરાત રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલ છે. ખેડૂતભાઈઓને ખેતીવાડીની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્ય યોજનાઓ અને પશુપાલનની યોજનાઓનો જાતે લાભ લઈ શકે તેવા ઉદ્દેશ્યથી બનાવેલ છે. આજે આ આર્ટિકલ દ્વારા આપણે તમામ માહિતી મેળવીશું.
Ikhedut 2.0 Portal Gujarat
ikhedut 2.0 Portal ને ઈન્ટરનેટની દુનિયામાં તા: 24-04-2025 ના રોજ રાજ્યબ સરકારના કેબિનેટ કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ દ્વારા ખેડૂતો સમયસર અને પારદર્શક રીતે કોઈપણ યોજનાનો લાભ મેળવી શકશે. ikhedut 2.0 Portal વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ છે.
Highlight Point of Ikhedut 2.0 Portal Gujarat
| આર્ટિકલનું નામ | આઈ-ખેડૂત 2.0 પોર્ટલ |
| આ પોર્ટલનું નામ | ikhedut 2.0 Portal Gujarat |
| આ પોર્ટલમાં કઈ-કઈ યોજનાઓ મુખ્ય ચાલે છે? | આ પોર્ટલમાં ખેતીવાડી યોજના, બાગાયતી યોજના, પશુપાલની યોજના અને મત્સ્ય યોજનાઓ |
| ઓફિશિયલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/site/ |
ikhedut 2.0 Portal Registration | આઈ-ખેડૂત પોર્ટલ પર નોંધણી
ગુજરાત રાજ્યના કિસાનો પોતાની ઓનલાઈન અરજી કરતાં પહેલાં ikhedut 2.0 Portal પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત કરવામાં આવેલ છે. આ ઓનલાઈન રજીસ્ટ્રેશન પોતાનો મોબાઈલ નંબર દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તમારા રજીસ્ટ્રેશન O.T.P ના માધ્યમથી વેરીફિકેશન કરવાનું હોય છે. એકવાર ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ ખેડૂત પોતાનાં યુઝર નેમ અને પાસવર્ડ વડે લોગીન કરીને અરજી પ્રક્રિયા આગળ વધી શકે છે.
Required Documents for Registration on iKhedut 2.0 Portal Gujarat | આઈ-ખેડૂત 2.0 પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેના ડોક્યુમેન્ટ
આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જરૂરિયાત પડશે.
- જાતિ પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ (લાગુ પડતું હોય તો)
- બેંક પાસબુક અથવા કેન્સલ ચેક
- આધાર કાર્ડની નકલ
How to Online Registration iKhedut 2.0 Portal Gujarat | આઈ ખેડૂત 2.0 પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
હાલમાં નવીન બનાવેલ આઈ-ખેડૂત 2.0 પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે નીચે મુજબની સ્ટેપ બાય સ્ટેપસ લેવાના રહેશે. ચાલો તો સ્ટેપ બાય સ્ટેપ માહિતી વિગતવાર સમજીએ.
- સ્ટેપ્સ-01 ikhedut 2.0 Portal અંતર્ગત લાભ મેળવવા માટે તમામ લાભાર્થીઓ માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. જેમાં ખેડૂત મિત્રો પોતાનું “લાભાર્થી નોંધણી માટે અહિં ક્લિક કરો” અને જો કંપની તરીકે રજીસ્ટ્રેશન માટે તમારે “કંપની નોંધણી માટે અહિં ક્લિક કરો” તેના પર ક્લિક કરો.
- સ્ટેપ્સ-02 ત્યાર પછી ખેડૂત લાભાર્થી નોંધણી વિગતો પસંદ કરો. ત્યારબાદ “સેવ” અને Next પર ક્લિક કરો.
- સ્ટેપ્સ-03 ખેડૂતોએ પોતાનો લાભાર્થીનો પ્રકાર, ગામનું નામ, તાલુકો અને જીલ્લો પસંદ કરો. તેમાં પોતાનો ખાતા નંબર અને અરજદારશ્રીનું નામ પસંદ કરીને “Save and Next” કરો.
- સ્ટેપ્સ-04 ખેડૂતોઓએ પોતાનો જમીનનો ખાતા નંબર, અરજદારનું નામ જાતે જ આવશે, તેને પસંદ કરીને કેપ્ચા કોડ દાખલ કર્યા બાદ “સાચવો અને આગળ” વધો પર ક્લિક કરો.
- સ્ટેપ્સ-05 તમારા મોબાઈલનું રજીસ્ટ્રેશન કરવા માટે મોબાઈલ નંબર એન્ટર કરો અને ત્યારબાદ “Send OTP” બટન પર ક્લિક કરો. હવે તમને ગમતો પાસવર્ડ દાખલ કરો અને પાસવર્ડની પુષ્ટિ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
- સ્ટેપ્સ-06 તમારું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ ગયા બાદ તમને યુઝર નેમ અને પાસવર્ડ સાચવીને રાખો. હવે તમારે પોર્ટલ પર લોગીન કરવા માટે યુઝર નેમ અને પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરીને “Login” પર ક્લિક કરો.
- સ્ટેપ્સ-07 હવે તમારે જ જે-તે વિભાગની યોજના માટે ઓનલાઈન અરજી કરવાની હોય તે પસંદ કરો. જેમ કે, 1. ખેતીવાડી યોજના, 2. બાગાયતી યોજના વગેરે. વધુમાં તમે યોજનાનું નામ સર્ચ કરીને અરજી કરી શકો છો.
- સ્ટેપ્સ-08 ખેડૂત તરીકે તમારે જે યોજના સબંધિત વિગત આવશે તેને વાંચ્યા બાદ “આગળ માટે ક્લિક કરો.
Online Application Form | ઓનલાઈન એપ્લિકેશન ફોર્મની માહિતી ભરવા
- સ્ટેપ્સ-09 હવે આગળ સ્ટેપમાં તમારું ઓનલાઈન અરજી ફોર્મ ખૂલશે. જેમાં અરજદારશ્રીનું નામ, પૂરં સરનામું, જીલાનું નામ, તાલુકાનું નામ, ગામ, જાતિ, ઈ-મેઈલ જેવી માહિતી ભરવાની રહેશે.
- સ્ટેપ્સ-010 તમારી ઓનલાઈન એપ્લિકેશન ફોર્મમાં ‘આત્માનું રજીસ્ટ્રેશન, સહકારી મંડળીનાં સભ્ય, દૂધ સહકારી મંડળી, આધારકાર્ડ નંબર જેવી માહિતી ભરવાની રહેશે.
- સ્ટેપ્સ-011 Online Application ના Steps માં બેંકની વિગતો માંગવામાં આવશે. જેમાં બેંકનું નામ વગેરે વિગતો ભરવાની રહેશે.
- સ્ટેપ્સ-012 ખેડૂતની તમામ વિગતો અપડેટ કર્યા બાદ તમારે ઓનલાઈન અરજી “Submit” કરવાની રહેશે. સબમીટ કર્યા પછી “તમારી અરજી સબમિટ થઈ ગઈ છે અને તમે એપ્લિકેશન મેનુમાંથી સ્ટેટસ ચકાસી શકો છો.
- સ્ટેપ્સ-013 તમારી ઓનલાઈન સબમિટ કરેલી એપ્લિકેશનની વિગતો જોવા માટે “અરજી નંબર” પર ક્લિક કરતાં તમામ વિગતો દેખાશે.
- સ્ટેપ્સ-014 તમારી સેવ થયેલી ઓનલાઈન અરજીની વિગતોમાં “Setting” ના આઈકોન પર ક્લિક કરતાં વિવિધ મેનુ દેખાશે. જેમાં “View Application” પર ક્લિક કરતાં, તમે અરજીને પ્રિન્ટ કરી શકશો. જે તમારે સાચવીને રાખવાની રહેશે.

નિષ્કર્ષ
ikhedut 2.0 Portal Gujarat માત્ર એક વેબસાઈટ નથી, પરંતુ ખેડૂતો માટે આશા, સરળતાથી સહાય અને વિકાસનું દ્વાર છે. જો તમે ખેડૂત છો અને સરકારી યોજનાઓનો લાભ લેવા માંગો છો, તો આજે જ આ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો.
1. ikhedut 2.0 Portal Gujarat શું છે?
ikhedut 2.0 Portal Gujarat એ ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા શરૂ કરાયેલું ઓનલાઈન પોર્ટલ છે, જ્યાં ખેડૂતોએ ખેતીવાડી, બાગાયતી, પશુપાલન અને મત્સ્ય યોજનાઓ માટે ઘરે બેઠાં અરજી કરી શકે છે.
2. ikhedut 2.0 Portal Gujarat પર નોંધણી ફરજિયાત છે?
હા, કોઈપણ યોજના માટે અરજી કરતા પહેલાં ikhedut 2.0 Portal Gujarat પર નોંધણી ફરજિયાત છે. નોંધણી મોબાઈલ નંબર અને OTP દ્વારા કરવામાં આવે છે.
3. ikhedut 2.0 Portal Gujarat ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?
ikhedut 2.0 Portal Gujarat ની અધિકૃત વેબસાઈટ છે: https://ikhedut.gujarat.gov.in/
4. ikhedut 2.0 Portal Gujarat પર અરજી કર્યા બાદ સ્ટેટસ કેવી રીતે ચેક કરવો?
અરજી કર્યા બાદ ખેડૂત પોતાનાં યુઝરનામ અને પાસવર્ડ વડે લોગિન કરીને “Application Status” વિભાગમાં અરજીની હાલની સ્થિતિ જોઈ શકે છે.
5. ikhedut 2.0 Portal Gujarat પર એકથી વધુ યોજનાઓ માટે અરજી કરી શકાય?
હા, જો ખેડૂત પાત્રતા ધરાવે છે તો એકથી વધુ યોજનાઓ માટે અરજી કરી શકે છે, પરંતુ દરેક યોજનાની શરતો અલગ હોઈ શકે છે.










Dm
Hi
I have not received second installment of krushi nukshan sahay in my account. Please do the needful for the same.