Short Briefing : e-kutir Portal gujarat | e-Kutir Gujarat | ઈ-કુટીર પોર્ટલ પર રજીસ્ટ્રેશન પ્રોસેસ | e-kutir.gujarat.gov.in
રાજ્ય સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી સતત Digital Governance તરફ આગળ વધી રહી છે. આજે નાગરિકોને સરકારી કચેરીઓના ચક્કર કાપવાની જરૂર રહેતી નથી. કારણ કે, ઘણી બધી સેવાઓ હવે ઓનલાઈન ઉપલબ્ધ બની ગઈ છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા iKhedut Portal 2.0, હવે કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા e-Kutir Portal Gujarat લોન્ચ કરવામાં આવ્યો છે.
આ આર્ટિકલમાં આપણે e-Kutir Portal Online Registration Process વિશે વિગતવાર, સરળ ભાષામાં સમજશું – જેથી કોઈપણ નાગરિક સ્વ-રોજગારી, વ્યવસાયલક્ષી તથા ઉદ્યોગલક્ષી યોજનાઓ માટે સરળતાથી અરજી કરી શકે.
e-Kutir Portal 2026 | ઈ-કુટીર પોર્ટલ શું છે?
ગુજરાત રાજ્યના નાગરિકો સ્વરોજગારી આધારિત યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરી શકે, તે હેતુથી કુટીર ઉદ્યોગ દ્વારા એક નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, જેનું નામ e-Kutir Portal છે. આ પોર્ટલ પર માનવ કલ્યાણ યોજના, Shri Vajpayee Bankable Yojana જેવી યોજનાઓના ઓનલાઈન અરજી કરી શકાય છે.
e-Kutir Portal Gujarat પર નાગરિકો નીચે મુજબની કામગીરી કરી શકે છે:
- વિવિધ સ્વરોજગારી યોજનાઓ માટે ઓનલાઈન અરજી જાતે કરી શકશે.
- New Sakhi Mandal માટે નોંધણી ઓનલાઈન કરી શકશે.
- Industrial Co-operative Society માટે એપ્લિકેશન રજીસ્ટ્રેશન કરી શકશે.
- Khadi Institution – Mandali નોંધણી ઓનલાઈન થઈ શકશે.
- NGO Registration માટે ઓનલાઈન નોંધણી કરાવી શકશે.
આ પોર્ટલ ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને આર્થિક રીતે સશક્ત બનાવવાના હેતુથી બનાવવામાં આવ્યું છે.
Highlight Points of e-Kutir Portal
| મુદ્દો | વિગત |
| આર્ટિકલ | ઈ-કુટીર પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા |
| ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
| પોર્ટલનો ઉદ્દેશ | સ્વ-રોજગારી યોજનાઓ માટે ઓનલાઈન અરજી |
| પોર્ટલ લોન્ચ કરનાર | કમિશ્નર, કુટીર અને ગ્રામોદ્યોગ, ગાંધીનગર |
| Official Website | https://e-kutir.gujarat.gov.in/ |
| કચેરીનું સરનામું | બ્લોક નં: 7, પ્રથમ અને બીજો માળ, ઉદ્યોગ ભવન, ગાંધીનગર |
| ઓફિસનું ઈ-મેઈલ | compcr@gujarat.gov.in |
About e-kutir.gujarat.gov.in | ઈ-કુટીર પોર્ટલ વિશે
કમિશ્નર, કુટીર અને ગ્રામોદ્યોગ, ગાંધીનગર દ્વારા રાજ્યમાં સ્વરોજગારી, વ્યવસાયલક્ષી અને નવા ઉદ્યોગો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ વિભાગની વડી કચેરી ઉદ્યોગ ભવન, ગાંધીનગર ખાતે આવેલી છે અને જિલ્લા સ્તરે District Industries Centre (DIC) મારફતે યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે.
આ તમામ યોજનાઓનો લાભ પારદર્શક અને ઝડપી રીતે નાગરિકોને મળી રહે, તે હેતુથી Guj Info Petro Ltd. સાથે મળીને e-Kutir Portal વિકસાવવામાં આવ્યું છે.
પોર્ટલ પર નીચેના વિભાગો ઉપલબ્ધ છે:
- Gujarat Rajya Khadi Gramodyog Board
- Commissioner of Cottage and Rural Industries
- Shri Vajpayee Bankable Yojana
લાભાર્થીઓ પોતાનું UserID અને Password વડે પોર્ટલમાં લોગિન કરી શકે છે.
e-Kutir Portal Gujarat નો મુખ્ય હેતુ
ગુજરાત સરકાર રાજ્યમાં સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સહાય યોજનાઓ અમલમાં મૂકે છે. ખાસ કરીને,
- ગરીબી રેખા નીચેના નાગરિકો માટેની યોજનાઓ
- બેરોજગાર યુવાનો માટે યોજનાઓ.
- મહિલા સ્વ-સહાય જૂથો
- નાના ઉદ્યોગકારો
આ તમામ વર્ગોને યોજનાનો લાભ સીધો અને સરળ રીતે મળી રહે, તે માટે e-Kutir Portal લોન્ચ કરવામાં આવ્યો છે.
How to Steps for e-Kutir Online Application | ઈ-કુટીર રજીસ્ટ્રેશનના મુખ્ય સ્ટેપ્સ
e-Kutir Portal પર ઓનલાઈન અરજી 4 સરળ સ્ટેપ્સમાં કરવામાં આવે છે:
- Register Yourself
- Login & Profile Update
- Apply for the Scheme
- Submit Your Application
Step 1: ઈ-કુટીર પોર્ટલ ખોલો
Google Search માં “e-kutir Gujarat” લખો અને કોઈપણ બ્રાઉઝર (Chrome / Firefox) માં પોર્ટલ ઓપન કરો.
Step 2: નવી નોંધણી કરો.
“For New Sakhi Mandal / Industrial Cooperative Society / NGO / Khadi Institution – Click Here” પર ક્લિક કરો.
Step 3: નીચે મુજબના Registration Form ભરો.
હવે ફોર્મમાં નીચેની વિગતો ભરો:
- સંસ્થા / મંડળનું નામ
- નોંધણીનો પ્રકાર
- PAN Card Number
- Mobile Number
- Email ID
- Password
Step 4: Confirm Registration
“શું તમે ખરેખર નોંધણી કરાવવા માંગો છો?” પેજ આવશે. માહિતી સાચી ભર્યા બાદ તેની ખરાઈ કર્યા બાદ Confirm કરો.
Step 5: Login Details
તમારું UserID અને Password SMS દ્વારા મોબાઈલ પર મળશે. જેને સાચવીને રાખો.
Step 6: Login & Profile
આ પોર્ટલ પર તમારી આગવું Login અને Profile બનશે. જેમાં “Other Login” પર ક્લિક કરીને UserID, Password અને Captcha દાખલ કરો. પ્રથમ લોગિન વખતે પ્રોફાઇલ વિગતો પૂર્ણ કરો.
Step 7: Scheme Selection
આ પોર્ટલ પર લોગીન કર્યા બાદ તેના હોમ પેજ પરથી જરૂરી યોજના પસંદ કરો.
Application Print | અરજીનો પ્રિન્ટ કેવી રીતે કાઢવો
ઈ-કુટીર પોર્ટલ Online Application Submit થયા બાદ “Print Application” વિકલ્પ દ્વારા ફોર્મનો પ્રિન્ટ લઈ શકાય છે.
Check Application Status | અરજીની સ્થિતિ ચેક કરો
e-kutir Portal પર યોજનાની ઓનલાઈન અરજી કર્યા બાદ તેનું સ્ટેટસ જાતે ચેક કરી શકાશે. લાભાર્થીઓ તરીકે e-Kutir Portal પરથી પોતાની ઓનલાઈન અરજીનું Status ઘરે બેઠા ચેક કરી શકે છે.

FAQ – e-Kutir Gujarat Portal
પ્ર.1: e-Kutir Portal કયા વિભાગ દ્વારા બનાવાયું છે?
જવાબ : કમિશ્નર, કુટીર અને ગ્રામોદ્યોગ, ગાંધીનગર દ્વારા આ પોર્ટલ બનાવેલ છે.
પ્ર.2 : ઈ-કુટીર પોર્ટલની Official Website શું છે?
જવાબ: આ પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in છે.
પ્ર.3: e-Kutir Portal નો હેતુ શું છે?
જવાબ: આ પોર્ટલનો મુખ્ય હેતુ સ્વરોજગારી યોજનાઓ માટે ઓનલાઈન અરજી સુવિધા પૂરી પાડવાની છે.
પ્ર.4: કમિશ્નરશ્રી, કુટીર અને ગ્રામોદ્યોગ, ગાંધીનગર વિભાગનું સરનામું શું છે?
જવાબ: આ વિભાગ & કચેરીનું સરનામું બ્લોક નં: 7, ઉદ્યોગ ભવન, ગાંધીનગર છે.
પ્ર.5: માનવ કલ્યાણ યોજનાનું ફોર્મ ક્યાં ભરાય છે?
જવાબ: આ યોજનાનું ઓનલાઈન ફોર્મ e-Kutir Portal પર ભરાય છે.










ilucomofip294@gmail.com