Gujarat Coaching Sahay Yojana 2026 : આ વિદ્યાર્થીઓને મળશે ₹15,000ની સીધી સહાય.

Short Brief:
બિન અનામત આયોગ યોજના PDF | Bin Anamat Online Registration | Coaching Sahay Yojana | કોચિંગ સહાય યોજના | Bin Anamat Certificate | Tuition Sahay Yojana 2026

આજના સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ માટે સારા કોચિંગની જરૂરિયાત ખૂબ વધી ગઈ છે. પરંતુ દરેક પરિવાર માટે મોંઘા કોચિંગ ક્લાસની ફી ભરવી શક્ય નથી. ખાસ કરીને બિન અનામત વર્ગના આર્થિક રીતે નબળા પરંતુ હોશિયાર વિદ્યાર્થીઓ માટે આ મોટી ચિંતા બની રહે છે. આવી પરિસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કોચિંગ સહાય યોજના 2026 (Gujarat Coaching Sahay Yojana 2026) વિદ્યાર્થીઓ માટે આશાનો કિરણ બની છે.

આ યોજના હેઠળ ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટ્યુશન અને કોચિંગ ખર્ચ માટે સીધી આર્થિક સહાય આપવામાં આવે છે. આ આર્ટિકલમાં આપણે કોચિંગ સહાય યોજના 2026 વિશે સંપૂર્ણ અને સરળ ભાષામાં માહિતી મેળવીશું – જેમ કે યોજના શું છે, કોણ પાત્ર છે, કેટલો લાભ મળે છે, જરૂરી દસ્તાવેજો, ઓનલાઇન અરજી પ્રક્રિયા અને મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબો.

Gujarat Coaching Sahay Yojana 2026

ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ (Bin Anamat Aayog)ની સ્થાપના વર્ષ 2018–19 દરમિયાન કરવામાં આવી હતી. આ નિગમનો મુખ્ય હેતુ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે સમાન તક ઉપલબ્ધ કરાવવાનો છે. આ ઉપરાંત સરકારશ્રી દ્વારા નવો ધંધા કે સ્વરોજગાર કરવા માટે Shri Vajpayee Bankable Yojana માં મૂકેલી છે.

Coaching Sahay Yojana 2026 ખાસ કરીને ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના દ્વારા JEE, NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે લેવાતા કોચિંગ ક્લાસના ખર્ચમાં સરકાર સહાય આપે છે.

યોજનાનો હેતુ

ગુજરાત રાજ્યના ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. ગુજરાતના બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ યોગ્ય કોચિંગ મેળવી શકે તે ખૂબ જ જરૂરી છે. તેથી આ પરીક્ષાની તૈયારી માટે કોચિંગ ક્લાસમાં જોડનાર વિદ્યાર્થીઓને આ સહાય આપવામાં આવશે.

Highlight Point of Coaching Sahay Yojana

વિગતમાહિતી
યોજનાનું નામકોચિંગ સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશબિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને કોચિંગ સહાય આપવી
આયોગનું નામગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ
લાભાર્થીરાજ્યના ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ
મળવાપાત્ર સહાયDBT દ્વારા પ્રતિ વર્ષ રૂ. 15,000 (પંદર હજાર) સુધી
Official Websitehttps://gueedc.gujarat.gov.in/

ટ્યુશન સહાયનો લાભ કોને મળે?

કોચિંગ સહાય યોજનાનો મુખ્ય હેતુ એ છે કે આર્થિક મુશ્કેલીના કારણે કોઈપણ પ્રતિભાશાળી વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે. વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને કોચિંગ મળવાથી તેમનું ભવિષ્ય વધુ મજબૂત બને છે.

આ યોજના હેઠળ ધો-10 માં 70% કે તેથી વધુ ગુણ મેળવેલા અને કોચિંગ ક્લાસમાં ભણતા હોય તેવા ધો-11 અને 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ટ્યુશન સહાય આપવામાં આવે છે. આ યોજના સમાજમાં શૈક્ષણિક સમાનતા લાવે છે અને બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને આગળ વધવાની તક આપે છે. સરકારનો આ પ્રયાસ માત્ર સહાય પૂરતો નથી, પરંતુ વિદ્યાર્થીઓના સપનાઓને પાંખો આપવાનો એક સશક્ત પ્રયાસ છે.

આવક મર્યાદા કેટલી છે?

 આ યોજનાનો લાભ લેવા માટે ધો-11 & 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેવાઓને લાભ આપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓની કુટુંબની વાર્ષિક આવક રૂ. 4,50,000 (સાડા ચાર લાખ)થી ઓછી હોવી જોઈએ.

Tuition Sahay Yojana 2026 માં શું લાભ મળે?

બિન અનામત આયોગ, ગાંધીનગર દ્વારા Bin Anamat વર્ગના વિદ્યાર્થીઓને DBT (Direct Benefit Transfer) મારફતે પ્રતિ વર્ષ રૂ. 15,000/- સુધીની સહાય આપવામાં આવે છે.

Document Required for Coaching Sahay Yojana 2026 | કોંચિંગ સહાય યોજના હેઠળ લાભ લેવા માટેના ડોક્યુમેન્‍ટ

  1. ઓનલાઈન અરજીપત્રક
  2. આધારકાર્ડની નકલ
  3. બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
  4. આવકનું પ્રમાણપત્ર
  5. રહેઠાણનો પુરાવો
  6. ધોરણ 10 ની માર્કશીટ
  7. ઉંમરનો પુરાવો (જન્મ પ્રમાણપત્ર / LC)
  8. બેંક પાસબુકની નકલ
  9. આચાર્યનું ચાલુ અભ્યાસ પ્રમાણપત્ર
  10. ટ્યુશન ક્લાસની ફી વિગત

How to Online Apply Coaching Sahay Yojana Gujarat 2026 । કોચિંગ સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

        આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના સ્ટેપ દ્વારા ઓનલાઈન અરજી કરી શકાશે.

  1. Google માં “Bin Anamat Aayog” સર્ચ કરો
  2. ઓફિશિયલ વેબસાઈટ https://gueedc.gujarat.gov.in/  Home Page પર Scheme Menu પર ક્લિક કરો.
  3. હવે Scheme Menu માંથી “Coaching Sahay Yojana” નામની યોજના પસંદ કરો.
  4. આ યોજનાની તમામ વિશે માહિતી વાંચીને Apply Now પર ક્લિક કરો.
  5. જો તમે યુઝરના ના બનાવ્યું હોય તો New User (Register) પર ક્લિક કરો.
  6. તમારા Email ID, Mobile Number, Password અને Captcha ભરી Submit કરો.
  7. જો તમે અગાઉ લોગીન બનાવેલ હોય તો Already Registered હોય તો Login કરો.
  8. ત્યારબાદ તમારી માહિતીના આધારે Apply Now પર ક્લિક કરીને અરજી ફોર્મ ભરો.
  9. વ્યક્તિગત માહિતી, કોચિંગ વિગતો અને બેંક વિગતો દાખલ કરો.
  10. તમારા ઓનલાઈન ડોક્યુમેન્‍ટ અપલોડ કરો.
  11. તમામ માહિતી ભર્યા બાદ ખરાઈ કરીને Confirm Application પર ક્લિક કરો.
  12. Confirm થયા બાદ તમારો યુનિક અરજી નંબર સાચવી રાખો.

Bin Anamat Aayog Contact Number

વિગતમાહિતી
Bin Anamat Office NameGujarat Bin Anamat Aayog
Bin Anamat  Office Number079-23258688
Bin Anamat Office AddressBlock No. 2, 7th Floor, D-2 Wing, Karmyogi Bhavan, Sector 10-A, Gandhinagar, Gujarat – 38201
Gujarat Coaching Sahay Yojana 2026

FAQ’s of Coaching Sahay Yojana Gujarat 2026

1. કોચિંગ સહાય યોજના હેઠળ કેટલો લાભ મળે છે?
જવાબ: આ યોજના હેઠળ DBT દ્વારા પ્રતિ વર્ષ રૂ. 15,000 સુધીની સહાય મળે છે.

2. આ યોજનાનો લાભ કોને મળે છે?
જવાબ: બિન અનામત પ્રમાણપત્ર ધરાવતા ધો-11 & 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને લાભ મળે છે..

3. Coaching Sahay Yojana માટે અધિકૃત વેબસાઈટ કઈ છે?
જવાબ: આ યોજનાનો લાભ લેવા બિન અનામત આયોગની અધિકૃત વેબસાઈટ https://gueedc.gujarat.gov.in/ છે.

4. Bin Anamat Aayog નો સંપર્ક નંબર કયો છે?
જવાબ: બિન અનામત આયોગનો ઓફિશિયલ સંપક નંબર આ 079-23258688 છે.

1 thought on “Gujarat Coaching Sahay Yojana 2026 : આ વિદ્યાર્થીઓને મળશે ₹15,000ની સીધી સહાય.”

Leave a Comment

વોટ્સએપ પર જોડાઓ